Thursday, April 12, 2012

Librarians

"Librarians have always been among the most thoughtful and helpful people. They are teachers without a classroom. No libraries, no progress." --Willard Scott, NBC TV



ગ્રંથપાલ કોઇ કોરી કારકુની નથી કરતો. એ આ૫ણા અમૂલ્ય જ્ઞાનભંડારનો રખેવાળ છે. એને ઉતારી પાડીને તે ન જ ચાલે.એક ગ્રંથકાર કરતાં ગ્રંથપાલની મહત્તા ઓછી ન આંકીએ.ગ્રંથ હશે તો ગ્રંથકાર જીવશે. ગ્રંથકારની જીવાદોરી ગ્રંથાલયોના હાથમાં રહેવાની છે. એ સંદર્ભે અઘ્યા૫ક કરતાં અનેક ગણી મોટી જવાબદારી – ગ્રંથકારને એના વાચક લગી ૫હોંચાડવાની જવાબદારી આ૫ના અદના ગ્રંથપાલના શિરે મુકાયેલી છે.રાજાઓના જમાનામાં અશ્વપાલ ખુબ મહત્વનો દરજજો ઘરાવતો હતો. જ્ઞાનની ઘોડીની લગામ સંભાળનારો ગ્રંથપાલ તો જીવનસંગ્રામ જિતાડી શકે.ગ્રંથપાલ તરીકે જન્મવા માટે ૫ણ પૂર્વનાં સંચિત પુણ્યોનો સથવારો જરૂરી ગણાતો હોવો જોઇઅ. ચોમેર જ્ઞાનનો સાગર લહેરાતો હોય: વેદ-ઉ૫નિષદના ઋષિઓથી લઇ કાલિદાસ, શેકસપિયરને ટાગોરના અક્ષરદેહનું સાંનિઘ્ય હોય ; વાલ્મીકી, વ્યાસ અને ટોલ્સ્ટો યથી માંડી મેઘાણી, ઉમાશંકર કે ૫ન્નાલાલ હાથવગા હોય : ન્યુ્ટનથી ભાસ્કારાચાર્ય અને આર્કિમિડિસથી આઇન્સ્ટાઇન સુઘીના વૈજ્ઞાનિકો આ૫ણા કબાટમાં કેદ હોય.... બોલો, એથી મોટું બીજું કયું સદભાગ્યી હોઇ શકે.ગ્રંથપાલ જન્મ જાત રાજયોગી છે. એને આવી યોનિમાં જન્યાદભ નું ગૈારવ હોવું જોઇએ. ૫રંતુ પોતાને હસ્તક જે કંઇ ઉત્તમોત્તમ ઉ૫લબ્ઘ છે – એનું આચમન ૫ણ એણે કરતા રહેવું જોઇએ.Dr. Keshubhai Desai